Tanhaji Trailer OUT: એક્શન અને જોશથી ભરપૂર, અજય દેવગનની ફિલ્મનું ટ્રેલર

Mumbai Desk

ફિલ્મનુ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેની જાહેરાત ફિલ્મ કાસ્ટે પણ કરી છે.

બોલીવુડ અભિનેતા અજય દેવગન અને અભિનેત્રી કાજોલ સ્ટારર ફિલ્મ તાનાજી 'ધ અનસંગ વૉરિયર'નું ટ્રેલર રિલીઝ થઈ ગયો છે. ફિલ્મના કેટલાય કેરેક્ટર પોસ્ટર અને ટીઝર રિલીઝ થઈ ગયા છે. હવે ફિલ્મનુ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેની જાહેરાત ફિલ્મ કાસ્ટે પણ કરી છે.

ફિલ્મના ટ્રેલર લૉન્ચ માટે ખાસ સમય નક્કી કરવામાં આવ્યું અને પહેલા જ જણાવી દેવામાં આવ્યું હતું કે ટ્રેલર મંગળવારે 1 વાગીને 47 મિનિટે રિલીઝ કરી દેવામાં આવશે. સાથે જ નક્કી કરાયેલા સમયે ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરમાં મરાઠા વીરની સ્ટોરી બતાવવામાં આવી છે.

સાથે જ ટ્રેલરમાં ભવ્ય સેટ, કૉસ્ટ્યુમ્સ, વૉર સીન, એક્શનની ભરમાર છે. ફિલ્મના ટ્રેલરને યૂ-ટ્યૂબ પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને ટ્રેલર રિલીઝ થવાની થોડી જ વારમાં હજારો લોકો ટ્રેલર જોઇ ચૂક્યા છે.

આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના સૂબેદાર માલુસરે તાનાજી પર આધારિત છે અને આમાં કાજોલ સાવિત્રીબાઇ માલુસરેની ભૂમિકામાં દેખાશે. ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વૉરિયર આવતાં વર્ષે 10 જાન્યુઆરીના મોટા પડદા પર રિલીઝ થવાની છે. ફિલ્મ ઓમ રાઉતે ડાયરેક્ટ કરી છે.

બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવે કંગના રણોતની પત્રકાર સાથેના ઝગડા પર આપી સ્પષ્ટતા

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.