મ્યુઝિકલ વેબ-શો લઈને આવી રહ્યો છે અજિત અરોરા

મુંબઈ ડેસ્ક

એક નવો ઇનોવેટિવ આઇડિયાની શોધમાં જ મારા દિમાગમાં મ્યુઝિક આધારિત શો બનાવવાનું આવ્યું હતું.

અજિત અરોરા (ફાઇલ ફોટો)

મુંબઈ (મિડ-ડે પ્રતિનિધિ) : ZEE5 ઓરિજિનલ ફિલ્મ ‘૩૭૭ અબ નોર્મલ’ના પ્રોડ્યુસર અજિત અરોરા હવે એક નવી પ્રકારનો શો લોઈને આવી રહ્યો છે. આ એક મ્યુઝિકલ થીમ વેબ-શો છે. બૉલીવુડની ફિલ્મોમાં મ્યુઝિક એક અગત્યનો ભાગ ભજવે છે. જોકે મ્યુઝિકની થીમ પર બાર એપિસોડની એક સીઝન બનાવવી એ દર્શકો માટે એક નવો અનુભવ રહેશે. અક્ષયકુમાર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને આયુષ્માન ખુરાના જેવા ઍક્ટર્સ સાથે કામ કરનાર સિંગર યાસીર દેસાઈ આ વેબ શોમાં મ્યુઝિક આપશે. આ વિશે અજિત અરોરાનું કહેવું છે કે ‘મારે એવું કંઈ બનાવવું હતું જે ઇન્ડિયન દર્શકોએ હજી સુધી નહોતું જોયું હોય. એક નવો ઇનોવેટિવ આઇડિયાની શોધમાં જ મારા દિમાગમાં મ્યુઝિક આધારિત શો બનાવવાનું આવ્યું હતું. આ માટે મને જ્યારે યાસીર દેસાઈનું નામ મળ્યું ત્યારે મેં બીજો વિચાર કરવા વગર તેની સાથે કામ કરવાનું નક્કી કરી લીધુ હતુ.’

આ શોના કેટલાક એપિસોડનું શૂટિંગ થઈ ગયું છે અને બહુ જલદી બાકીના એપિસોડનું પણ શૂટિંગ કરવામાં આવશે.

આ પણ વાંચો : જાણો સુહાના ખાન અને જાન્હવી કપૂરની બેલી ડાન્સ ટ્રેનર વિશે આ ખાસ બાબતો

Joy Sengupta: દરેક એક્ટર માટે જરૂરી છે કે તે પોતાની પસંદગી પાછળના કારણોમાં સ્પષ્ટ હોય

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.