જ્યારે છોકરી સાથે વાત કરતાં નર્વસ થયા કિંગ ખાન, અનુષ્કાએ આપ્યું ચેલેન્જ

Mumbai Desk

આ ફિલ્મમાં શાહરુખ ખાન અને અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકા ભજવી રહી હતી.

શાહરુખ ખાનને ભલે મોટા પડદા પર રોમાન્સનો કિંગ માનવામાં આવે છે, પણ ઑફસ્ક્રીન તે આપણા જેવો જ છે. આ કહેવું છે કે નિર્દેશક ઇમ્તિયાઝ અલીનું. ઇમ્તિયાઝ અલીએ શાહરુખ ખાન અને અનુષ્કા શર્મા સાથે એક રસપ્રદ ઘટના સંભળાવી. ઇમ્તિયાઝ અલીએ શાહરુખ ખાન અને અનુષ્કા શર્મા સાથેનો એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો છે. ઇમ્તિયાઝ પ્રમાણે તે વખતે પોતાની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'નું શૂટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મમાં શાહરુખ ખાન અને અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકા ભજવી રહી હતી.

પોર્ટુગલમાં શૂટનો છે આ કિસ્સો

ઇમ્તિયાઝે જણાવ્યું, પોર્ટુગલમાં શૂટ હતું. અનુષ્કા શર્મા અને તેમણે શાહરુખ ખાનને ચેલેન્જ કર્યો કે તે એક છોકરીને અપ્રોચ કરે અને તેની સાથે વાત કરે. પણ શાહરુખ ખાન એટલા નર્વસ થઈ ગયા કે તે છોકરી સાથે વાત કરવા પણ ન જઈ શક્યા. ત્યાર બાદ શાહરુખ ખાને ઇમ્તિયાઝ અલીને છોકરી સાથે વાત કરવાનું કહ્યું. ઇમ્તિયાઝે માન્યું કે તે પણ એટલા નર્વસ થઈ ગયા કે છોકરીને અપ્રૉચ જ ન કરી શક્યા. ઇમ્તિયાઝે કહ્યું કે તે બધું ભૂલી ગયા જ્યારે તેમણે જોયું કે રોમાન્ટિક હીરો આટલો નર્વસ થઈ જાય છે.

શાહરુખ ખાનને કહ્યું ક્લાસી પર્સન

ઇમ્તિયાઝે એ પણ જણાવ્યું કે 'જબ હેરી મેટ સેજલ'માં કોઇ સુસાઇડ સીન ન હતો. હકીકતે એવી અફવા ઉડી હતી કે ફિલ્મમાં આત્મહત્યાનો સીન હતો, પણ તેને કાપી નાખવામાં આવ્યો. ઇમ્તિયાઝે કહ્યું કે સીન ચેન્જ કરવાની રિપોર્ટમાં સત્ય નથી. તેમણે એ પણ કહ્યું કે શાહરુખ ખાન ખૂબ જ ક્લાસી પર્સન છે. તે સામાન્ય રૂપે સ્ક્રિપ્ટમાં ચેન્જ કરવા માટે નથી કહેતા.

આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

ઇમ્તિયાઝ આજકાલ બનાવે છે રોમાન્ટિક ફિલ્મ

વર્કફ્રન્ટની વાત કરીએ તો ઇમ્તિયાઝ અલી ટૂંક સમયમાં જ વધુ એક રોમેન્ટિક ફિલ્મ સાથે આવશે. તે સારા અલી ખાન અને કાર્તિક આર્યન સ્ટારર આજકલ બનાવી રહ્યા છે. તે ફિલ્મ 2020 વેલેન્ટાઇન ડે પર રિલીઝ થશે.

Ramayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્યારે પાર કરી હતી લક્ષ્મણ રેખા?

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.