સેટ પર અશનૂર કૌર સાથે થઈ એક દુઘર્ટના, ઘાયલ થઈ એક્ટ્રેસ

મુંબઈ

ટેલિવિઝન શૉ 'પટિયાલા બેબ્સ'ના સેટ પર એક અકસ્માત થઈ ગયો છે, જેમાં અભિનેત્રી અશનૂર કૌર પગથિયા પરથી નીચે પડી ગઈ. મિનીનું પાત્ર ભજવનારી 16 વર્ષની અભિનેત્રીને નાક અને પગ પર ઈજા થઈ છે.

અશનૂર કૌર

ટેલિવિઝન શૉ 'પટિયાલા બેબ્સ'ના સેટ પર એક અકસ્માત થઈ ગયો છે, જેમાં અભિનેત્રી અશનૂર કૌર પગથિયા પરથી નીચે પડી ગઈ. મિનીનું પાત્ર ભજવનારી 16 વર્ષની અભિનેત્રીને નાક અને પગ પર ઈજા થઈ છે.

રિપોર્ટ અનુસાર અશનૂર સાથે ત્યારે અકસ્માત થયો જ્યારે તે પગથિયાના કિનારા પર ઉભી હતી. અચાનક તે લપસી ગઈ અને નીચે પડી ગઈ. જોકે અશનૂર કૌર ડાન્સ સીકવેન્સની શૂટિંગ માટે પોતાના કામે પરત ફરી છે. અશનૂરે કહ્યું હું પડી ત્યારે થોડી મિનિટ સુધી કઈપણ અનુભવ નહોતો થયો. મારા નાક અને પગ પર ઈજા થઈ છે. શૉનું કામ ચાલવું જોઈએ. દુઘર્ટના જીવનનો એક હિસ્સો છે.

'ઝાંસી કી રાની' સીરિયલથી શરૂ કર્યું કરિયર

અશનૂર કૌરે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2009 'ઝાંસી કી રાની' સીરિયલથી કરી હતી. બાદ સાથ 'નિભાના સાથિયા', 'ના બોલે તુમ ના મૈંને કુછ કહાં', 'દેવો કે દેવ મહાદેવ', 'બડે અચ્છે લગતે હૈ', 'મહાભારત' અને 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' જેવી સીરિયલમાં નજર આવી ચૂકી છે. સાથે જ ગા વર્ષે બૉલીવુડ ફિલ્મ મનમર્ઝિયા અને સંજૂ ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

આ પણ જુઓ : Happy Birthday: જુઓ રાધિકા આપ્ટેનો બિન્દાસ અને બૉલ્ડ અંદાજ

'પટિયાલા બેબ્સ'માં મિનીની ભૂમિકા ભજવી

'પટિયાલા બેબ્સ' સીરિયલમાં અશનૂર કૌર અને પરિધિ શર્મા મુખ્ય પાત્રમાં છે. આ સીરિયલ માતા-દીકરીના સંબંધ પર આધારિત છે. સીરિયલમાં બન્ને વચ્ચે ના ફક્ત માતા-દીકરી પરંતુ બન્નેને એક સારા ફ્રેન્ડ્સ બતાવ્યા છે. શૉની વાર્તામાં પણ એવું બતાવવામાં આવ્યું છે કે દીકરી એની માતાની બધી ઈચ્છા પૂર્ણ કરવા માટે દરેક પ્રકારના પ્રયત્ન કરે છે.

Ramayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્યારે પાર કરી હતી લક્ષ્મણ રેખા?

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.