નારાજ ઋષિ કપૂરે આર્ટિસ્ટ કોમ્યુનિટી બાબતે સરકાર વિશે કહ્યું આવું....

Mumbai Desk

સરકાર આર્ટિસ્ટ કોમ્યુનિટીને યોગ્ય રીતે ટ્રીટ નથી કરી રહી, સાથે જ કલાકારોને તે સન્માન પણ નથી મળતો, જે વિદેશમાં મળે છે.

બોલીવુડ અભિનેતા ઋષિ કપૂર પોતાના અભિનય સિવાય સામાજિક મુદ્દાઓ પર પણ સ્વતંત્ર રીતે પોતાનો મત રજૂ કરતાં હોય છે અને તેને કારણે ચર્ચામાં પણ છવાયેલા રહે છે. આ વખતે દિગ્ગજ અભિનેતાએ સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે સરકાર આર્ટિસ્ટ કોમ્યુનિટીને યોગ્ય રીતે ટ્રીટ નથી કરી રહી, સાથે જ કલાકારોને તે સન્માન પણ નથી મળતો, જે વિદેશમાં મળે છે.

સમાચાર એજેન્સી આઇએએનએસ પ્રમાણે, ઋષિ કપૂરે જણાવ્યું કે તેઓ તે સમયે ચિંતિત થઈ જાય છે, જ્યારે વિચારે છે કે અમારી સરકાર કેવી રીતે કલાકારો સાથે વ્યવહાર કરે છે. ઋષિ કપૂરે કહ્યું કે, "આપણો દેશ વિશ્વભરમાં સિનેમા, મ્યૂઝિક અને કલ્ચર માટે જાણીતો છે, પણ જુઓ આપણા દેશના આઇકન્સ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે. શું સરકાર અન્ય દેશોની જેમ આપણાં કલાકારોને ઓળખ આપે છે."

સાથે જ ઋષિ કપૂરે રસ્તા, પુલ, એરપોર્ટના નામ રાજનેતાઓ પર રાખવાને લઈને પણ આપત્તિ નોંધાવી અને કહ્યું, "બધાં નવાં રસ્તાઓ, પુલ, એરપોર્ટ્સ રાજનેતાઓના નામ પર રાખવામાં આવે છે. કેમ આ બધાંના નામ, કલાકારોના નામ પર નથી રાખવામાં આવતાં?" ઋષિ કપૂરનું કહેવું છે કે, "આપણી પાસે પંડિત રવિ શંકર, લતાજી જેવા લોકો છે. હું એવું એટલા માટે નથી કહેતો કારણ કે તે મારો પરિવાર છે પણ શું તમે એન્ટરટેઇન્મેન્ટના બિઝનેસમાં રાજ કપૂર અને પૃથ્વીરાજ કપૂરના યોગદાનને વણજોયું કરી શકો છો? તેમને વિશ્વભરમાં ઉજવવામાં આવે છે પણ મારા દેશમાં નહીં, આવું કેમ?"

આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

જણાવીએ કે ઋષિ કપૂર હવે 'ધ બૉડી'માં દેખાવાના છે અને ફિલ્મ 14 ડિસેમ્બરના રિલીઝ થવાની છે. તો ઋષિ કપૂરે લગભગ 3 વર્ષ પહેલા પણ રસ્તા, એરપોર્ટના નામને લઈને આપત્તિ નોંધાવી હતી. તે દરમિયાન તેમણે ગાંધી પરિવાર પર નિશાનો સાધતા કહ્યું હતું કે દેશની પ્રમુખ સંપત્તિઓ અને જગ્યાઓના નામ 'ગાંધી'ના નામ પર જ કેમ રાખવામાં આવે છે? કેમ તેમના નામ ભગત સિંહ, આંબેડકર અને તેમના નામ પર રાખવામાં આવે છે?

Ramayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્યારે પાર કરી હતી લક્ષ્મણ રેખા?

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.