જ્યારે સની દેઓલ સામે તેમનો જ ડાયલોગ સાંભળાવીને ડરી ગયા કપિલ, જુઓ વાયરલ વીડિયો
કપિલ શર્મા શોમાં જ્યારે સની દેઓલ પહોંચ્યા ત્યારે કાંઈક આવા દ્રશ્યો સામે આવ્યા. જુઓ વીડિયો.
સોની ટીવી પર પ્રસારિત થતા ધ કપિલ શર્મા શોમાં બોલીવુડ સેલેબ્સ આવતા રહે છે. હાલમાં જ શો પર ધર્મેન્દ્ર, સની દેઓલ પણ આવ્યા હતા. સની પાજીને જોઈને કપિલે તેનો જ એક ડાયલોગ ખૂબ જ દમદાર રીતે સંભળાવ્યો. બાદમાં તે નર્વસ થઈ ગયા.
સની દેઓલના દિકરા કરણ દેઓલ ફિલ્મ પલ પલ દિલ કે પાસથી ડેબ્યૂ કરી રહ્યા છે, આ ફિલ્મને ખુદ સની દેઓલ ડાયરેક્ટ કરી રહ્યા છે. હાલમાં જ ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે સની પાજી અને ધર્મેન્દ્રએ કપિલ શર્મા શોમાં દસ્તક આપી હતી. આ દરમિયાન આખી ટીમ મસ્તી કરતી નજર આવી.
શોમાં પહોંચેલા સની દેઓલને જોઈને કપિલ શર્માએ કહ્યું કે હું તમારા ડાયલોગ સાંભળતો રહું છું. જે બાદ કપીલ સની દેઓલની ફિલ્મ ઘાતકનો એક ડાયલોગ તૂ ચાહતા હૈ તેરે યહાં કુત્તા બનકર રહૂ...સુનાતે હૈ અને અચાનક જ બોલતા બોલતા રોકાઈ જાય છે. કપિલ શર્માએ કહ્યું કે, પાજી,મને ડર લાગી રહ્યો છે. જે સાંભળીને સની પાજી હસે છે.
કપિલ શર્માના કહેવાથી શોમાં આવેલા દર્શકોએ પણ સની પાજીના બ્લોક બસ્ટર ડાયલોગ બખૂબી સંભળાવ્યા. ત્યાર બાદ ખુદ સનીએ દમદાર અવાજમાં તારીખ પર તારીખ ડાયલોગ સંભળાવ્યો. જેને સાંભળીને લોકો ખુશ થઈ ગયા.
આ પણ જુઓઃ વરૂણ કપૂરઃ શું તમને ખબર છે ટીવીપુરનો આ હેન્ડસમ હન્ક ગુજરાતી છે?
તમને જણાવી દઈએ કે ફિલ્મ પલ પલ દિલ કે પાસમાં સની દેઓલનો દીકરો કરણ દેઓલ અને સહર બામ્બા મુખ્ય ભૂમિકામાં છે, આ ફિલ્મ એક રોમાન્ટિક ડ્રામા છે. જે 20 સપ્ટેમ્બરે રીલિઝ થશે.
બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવે કંગના રણોતની પત્રકાર સાથેના ઝગડા પર આપી સ્પષ્ટતા